- આ માટે મહારાષ્ટ્રમાં પોલીસ વડા અને સંબંધિત પોલીસ કમિશનર દ્વારા દિશાનિર્દેશ પ્રસિદ્ધ કરવામાંં આવ્યા છે.
- આ નિર્ણય મુજબ મહારાષ્ટ્રમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ સહિતના તમામ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવા માટે પોલીસની મંજૂરી લેવી ફરજિયાત બની છે.
- તાજેતરમાં જ હનુમાન જયંતિના રોજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા મસ્જિદોની નજીક હનુમાન ચાલીસાના પાઠ કર્યા બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
- આ સિવાય તંત્ર દ્વારા કોમી દંગા ન થાય તે માટે એવો નિર્ણય પણ લેવાયો છે કે મસ્જિદની નજીક અજાનના 15 મિનિટ પહેલા અને પછી હનુમાન ચાલીસા વગાડવા પર પણ પ્રતિબંધ લદાયો છે.