- આ સંબોધન તેઓ શિખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના અવસર પર કરશે જે સૂર્યાસ્ત બાદ કરવામાં આવશે.
- આ રીતે દેશને સંબોધન કરનાર તેઓ પ્રથમ વડાપ્રધાન બનશે.
- આ દરમિયાન 400 શિખ સંગીતકાર 'શબદ કિર્તન' પણ કરશે તેમજ સરકાર દ્વારા એક વિશેષ સિક્કો અને પોસ્ટ ટિકીટ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
- આ કાર્યક્રમમાં દેશના 11 રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થનાર છે.
- સંસ્કૃતિ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ 1675માં મુગલ શાસક ઔરંગઝેબે શિખોના નવમાં ગુરુ, ગુરુ તેગ બહાદુરનો જીવ લીધો હોવાથી આ કાર્યક્રમ માટે મુગલકાલીંસ સ્મારક લાલ કિલ્લાની પસંદગી કરવામાં આવી છે.