વડાપ્રધાન મોદીએ મોરબીમાં 108 ફૂટ લાંબી હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ કર્યું.

  • આ લોકાર્પણ હનુમાન જયંતિ (ચૈત્ર સુદ પૂનમ) ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરાયું છે.
  • આ મૂર્તિ દેશના પશ્ચિમ ભાગમાં મોરબી ખાતે કેશવાનંદજીના આશ્રમ ખાતે સ્થાપિત કરાઇ છે.
  • આ મૂર્તિ દેશમાં 'હનુમાનજી ચાર ધામ' પ્રોજેક્ટ હેઠળની બીજી મૂર્તિ છે.
  • આ પ્રોજેક્ટની પ્રથમ મૂર્તિ વર્ષ 2010માં હિમાચલ પ્રદેશના સિમલા ખાતે સ્થાપવામાં આવી હતી.
  • આ પ્રોજેક્ટની ત્રીજી મૂર્તિ દક્ષિણ ભારતમાં રામેશ્વરમ ખાતે બની રહી છે.
  • આ પ્રોજેક્ટ હેઠળ દેશના ચાર ભાગમાં ચાર મૂર્તિ સ્થાપવામાં આવનાર છે.
Hanumanji statue in Morbi.

Post a Comment

Previous Post Next Post