- આ કાર્યક્રમમાં બનાસકાંઠાના દિયોદરમાં એક નવા ડેરી સંકુલ અને બટાટા પ્રસંસ્કરણ યંત્રને રાષ્ટ્રને સમર્પિત કરાયું છે જેને 600 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે.
- આ સંકુલ રોજ લગભગ 30 લાખ લીટર દૂધ પ્રોસેસિંગ, 80 ટન માખણ, 1 લાખ લીટર આઇસક્રીમ અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે.
- બટાટા પ્રોસેસિંગ સંકુલમાં વિવિધ પ્રકારના બટેટા દ્વારા ફ્રેન્ચ ફ્રાઇઝ, આલુ ચિપ્સ, આલુ ટિક્કી, પેટી વગેરેનું ઉત્પાદન કરી શકાય છે.
- આ સિવાય વડાપ્રધાન મોદીએ બનાસ સામુદાયિક રેડિયો સ્ટેશન પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે જે ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત વિવિધ જાણકારીઓ આપશે.
- આ રેડિયો સ્ટેશન લગભગ 1700 ગામોના 5 લાખથી વધુ ખેડૂતોને જોડશે.