- આ કેન્દ્ર National Digital Education Architecture (NDEAR) ફ્રેમવર્ક પર આધારિત છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું છે.
- આ કેન્દ્રનું જુનું નામ કમાન્ડ-કન્ટ્રોલ સેન્ટર હતું જેને બદલીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર નામ અપાયું છે.
- વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી લગભગ 1.2 કરોડ વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ્સમાં સુધારો લવાશે જેના માટે 55,000 શાળાઓનું મોનિટરિંગ અને 4 લાખ શિક્ષકોનું હેન્ડ-હોલ્ડિંગ કરાશે.
- આ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓનું નામાંકન, હાજરી, વાંચન, લેખન, ગણન જેવી મૂળભૂત કુશળતાઓ તેમજ સ્કુલ એક્રેડિટેશન જેવા મુખ્ય સૂચકાંકોનું મૂલ્યાંકન કરાશે.
- આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા સંચાલિત 1000 કરોડથી વધુ ડેટા પોઇન્ટ્સનું બિગ ડેટા એનાલિસીસ થશે અને તેનો રિયલ ટાઇમ ડેશબોર્ડ દ્વારા નિર્ણય લેવાશે.
- આ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓના ગ્રેડ એપ્રોપ્રિએટ લર્નિંગ આઉટકમ્સ હાંસલ કરવા માટે ભારતનું પ્રથમ લર્નિંગ આઉટકમ્સ-બેઝ્ડ સ્ટુડેન્ટ રિપોર્ટ કાર્ડ પણ તૈયાર થશે.