ગુજરાતના તમામ તાલુકા મથકોએ આરોગ્ય મેળા યોજવામાં આવશે.

  • આ આરોગ્ય મેળા 'આઝાદીના અમૃત મહોત્સવ' કાર્યક્રમ હેઠળ તા. 18 થી 22 એપ્રિલ દરમિયાન યોજાશે જેમાં રાજ્યના તમામ તાલુકાઓને આવરી લેવાશે.
  • આ આરોગ્ય મેળાઓના માધ્યમથી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાજ્યનું આરોગ્ય ખાતું આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને માહિતગાર કરશે.
  • આ આરોગ્ય મેળામાં લોકોને એક જ સ્થળેથી આરોગ્ય સેવાઓ અને જુદી જુદી આરોગ્યલક્ષી યોજનાઓના લાભ અપાશે.
  • આ સિવાય આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત યુનિક આઇ.ડી. કાર્ડ બનાવવામાં મદદ કરાશે.
  • ટી.બી. નિર્મૂલન કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસો હાથ ધરાશે તેમજ પ્રાથમિક આરોગ્ય સંભાળ અને સેવાઓ થકી ઝડપી નિદાન, દવાઓ, ટેલિ-કન્સ્લટેશન જેવી પ્રવૃતિઓ દ્વારા સ્ક્રીનિંગ સુવિધા અપાશે.
Health Fair

Post a Comment

Previous Post Next Post