વિશ્વ બેંક દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાંં ભારતમાં 8 વર્ષમાં 12.3% ગરીબી ઘટી હોવાનું જણાવાયું.

  • આ માહિતી વિશ્વ બેન્ક દ્વારા પ્રસિદ્ધ થયેલ રિપોર્ટમાં જણાવાઇ છે જેમાં  વર્ષ 2011ની સરખામણીએ 2019માં ભારતમાં 12.3% ગરીબી ઘટી હોવાનું જણાવાયું છે.
  • આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે વર્ષ 2011થી 2019 દરમિયાન ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં અનુક્રમે 14.7% અને 7.9% ગરીબીનો ઘટાડો થયો છે.
  • તાજેતરમાં જ International Monetary Fund (IMF) દ્વારા પ્રસિદ્ધ વર્કિંગ પેપર્સમાં પણ ભારતમાં ગરીબીમાં ઘટાડો થયો હોવાનું જણાવાયું હતું.
  • ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લોકોને અનાજ આપવાને કારણે છેલ્લા 40 વર્ષોના વપરાશની અસમાનતા પણ નીચલા સ્તર પર પહોંચી છે તેમજ તેને લીધે ગરીબોની સ્થિતિમાં ઘણા ફેરફારો થયા છે.
  • આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે ભારતમાં જેટલી ઝડપે ગરીબી ઘટવી જોઇએ તેટલી ઝડપે તેમાંં ઘટાડો થયો નથી.
extreme poverty report

Post a Comment

Previous Post Next Post