- બાઇડન સરકારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરીષદ (United Nations Security Council - UNSC) અને Nuclear Suppliers Group (NSG) માં ભારતની કાયમી સદસ્યતા માટે ફરીવાર ટેકો જાહેર કર્યો છે.
- આ ટેકો ભારત અને અમેરિકાની 2+2 મંત્રી સ્તરની બેઠકમાં અપાયો છે.
- અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર ખાતે ત્રણ સમિતિમાં અધ્યક્ષ તરીકે ભારતની લીડરશિપને પણ બિરવાદી હતી.
- આ સિવાય અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને સંયુક્ત પત્રકાર પરિષદમાં ભારતમાં બની રહેલ માનવ અધિકારની ચિંતાજનક ઘટનાઓ પર પણ અમેરિકા નજર રાખી રહ્યું છે તેવું જણાવ્યું હતું.