11 May: National Technology Day

  • આ દિવસના ઉપક્રમે વડાપ્રધાન મોદીએ એક વીડિયો શેર કર્યો છે જે 24 વર્ષ પહેલા 11મી મે, 1998ના રોજ પોખરણમાં કરાયેલ પરમાણુ પરીક્ષણનો છે જેની યાદમાં ભારતમાં 11 મે ના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ મનાવવામાં આવે છે.
  • આ દિવસ મનાવવાની જાહેરાત તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1998માં કરી હતી.
  • આ જ દિવસે ભારતમાં બનેલ દેશના પ્રથમ એરક્રાફ્ટ 'હંસ-3' એ પણ સફળતાપૂર્વક ઉડાન ભરી હતી તેમજ ભારતમાં નિર્મિત 'ત્રિશૂલ' મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કરાયું હતું.
  • આ દિવસના સમ્માનમાં વર્ષ 1999થી રાષ્ટ્રપતિ ટેક્નોલોજી બાબતમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ લોકોનું સન્માન કરી તેઓને National Technology Award એનાયત કરે છે જેમાં 10 લાખ રુપિયા તેમજ ટ્રોફી અપાય છે.

pokhran nuclear test 1998

Post a Comment

Previous Post Next Post