- આ શહેર મેક્સિકોના યુકેટન વિસ્તારમાં મેરિડા ખાતેથી મળી આવ્યું છે જેને 'મય શહેર' પણ કહેવાય છે.
- આ સંસ્કૃતિમાં આ શહેરને સ્પિરિટ ઓફ મેન એટલે કે ઝિઓલ તરીકે પણ ઓળખવામાં આવતું.
- આ સ્થળ ઇ.સ. પૂર્વે 600 થી 900 વર્ષ પહેલા ચાર હજારથી વધુ લોકોની વસાહત ધરાવતું શહેર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- આ શહેરમાં પ્રાચીન ચીજવસ્તુઓની સાથે કબ્રસ્તાન પણ મળી આવ્યા છે જેમાં લોકોની સાથે તેમની પ્રિય વસ્તુઓને પણ દફનાવવામાં આવી હોય છે.
- ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિમાં પણ મય સંસ્કૃતિ અને મય દાનવની વાતો છે જેમાં ભગવાન કૃષ્ણએ મય દાનવને વશ કરી આબેહૂબ ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે.