ગુજરાત રાજ્ય સરકારે ક્લાઇમેટ એક્શન અને જમીન સંરક્ષણ માટે ઇશા ફાઉન્ડેશન સાથે MoU કર્યા.

  • આ MoU ઇશા ફાઉન્ડેશનના સ્થાપક આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ (સદ્‌ગુરુ‌) ના 'માટી બચાવો' અભિયાન માટે વિશ્વ પ્રવાસ બાદ પરત ફર્યાના પ્રસંગે કરાયા છે.
  • આ MoU દ્વારા રાજ્ય સરકાર વૃક્ષારોપણ અને ચેરના વૃક્ષોના આવરણ થકી પૃથ્વીનું હરિયાળું આવરણ / ગ્રીન કવર વધારવા જેવી બાબતોમાં પ્રયાસો કરશે.
  • માટી બચાવો / Save Soil અભિયાન માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. 
  • ઉલ્લેખનીય છે કે ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્‌ગુરુ 'માટી બચાવો / Save Soil' અભિયાન માટે 27 દેશોમાં 30,000 કિ.મી.થી વધુ બાઇક રાઇડ કરી ભારત પરત ફર્યા છે.
  • વિશ્વ પ્રવાસ બાદ તેઓએ જામનગરના નવા બંદર પરથી ભારત ખાતે પ્રવેશ કર્યો હતો જે દરમિયાન તેઓ જામનગરના રાજા જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના મહેમાન બન્યા હતા તેમજ તેઓના સ્વાગત માટે જામનગરના પ્રતાપ વિલાસ પેલેસને વર્ષો બાદ પ્રથમવાર જાહેર જનતા માટે ખોલવામાં આવ્યો હતો.
  • ઉલ્લેખનીય છે કે જામનગરનું નવા બંદર એક કાર્ગો પોર્ટ છે જેના પર લેન્ડ કરનાર સદ્‌ગુરુ માત્ર બીજા સિવિલિયન છે, અગાઉ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના નિરાશ્રિત બાળકોને આ બંદર પર ઉતારવામાં આવ્યા હતા જેઓને તે સમયના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાએ બાલાચડી ખાતે આશરો આપ્યો હતો, જે જગ્યાએ હાલ બાલાચડી સૈનિક સ્કૂલ કાર્યરત છે.
MoU between Gujarat Govt and ISHA Outreach on “Save Soil” campaign

Post a Comment

Previous Post Next Post