- આ રિપોર્ટ વર્ષ 2018-19 માટેનો 20મો લાઇવસ્ટોક સેન્સસ છે જેના મુજબ ગુજરાતમાં દુધાળાં પશુઓની સંખ્યામાં 8.81%નો ઘટાડો થયો છે!
- આ રિપોર્ટમાં દર્શાવાયું છે કે દેશી ગાયની સંખ્યા 22.72% ઘટી છે તેમજ ભેંસોનું પ્રમાણ 1.52% વધ્યું છે.
- દેશમાં ગાયોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત 9માં ક્રમ પર હતું જે 2 અંક ઘટીને 11માં ક્રમ પર થયું છે તેમજ ભેંસોની સંખ્યાની દૃષ્ટિએ ચોથા ક્રમ પર હતું તે હવે ત્રીજા ક્રમ પર, ઘેટાની બાબતમાં સાતમાં ક્રમથી 8માં ક્રમ પર તેમજ બકરાઓની બાબતમાં 12માં ક્રમ પરથી 13માં ક્રમ પર પહોંચ્યું છે.
- ઉલ્લેખનીય છે કે બ્રિડ મુજબ આ ડેટા આ વર્ષે પ્રથમવાર કાગળ પરને બદલે ડિજિટલ સ્વરુપે એકઠો કરાયો છે.