સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની વયે નિધન.

  • વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર અને સંતૂરવાદક પંડિત શિવકુમારએ જ સંતૂર વાદ્યને એક નવી ઓળખ આપી હતી અને તેનો ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઉપયોગ શરુ કર્યો હતો.
  • તેઓ પ્રસિદ્ધ ગાયક અને તબલાવાદક ઉમાદત્ત શર્માના પુત્ર હતા જેઓએ શિવકુમાર શર્માને પર્શિયન મૂળના સંતૂર સાથે ઓળખ કરાવી હતી.
  • પંડિત શિવકુમાર શર્માએ ફક્ત 13 વર્ષની વયે સંતૂર વગાડવાની શરુઆત કરી હતી તેમજ 1955માં ફક્ત 17 વર્ષની વયે મુંબઇ ખાતે પબ્લિક પર્ફોર્મન્સ આપ્યું હતું.
  • પંડિત શિવકુમાર શર્માએ વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને 'શિવ-હરી' નામથી અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું જેમાં સિલસિલા, ફાસલે, વિજય, ચાંદની, લમ્હે, પરંપરા, શાહીબાન અને ડરનો સમાવેશ થાય છે.
  • તેઓએ આપેલ સંગીતમાંથી ફિલ્મ સિલસિલા, ચાંદની, લમ્હે અને ડરનું શ્રેષ્ઠ સંગીતના ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન થયું હતું.
  • શિવ-હરીની જોડીએ Call of the Valley નામથી એક પ્રસિદ્ધ સંગીત આલ્બમ પણ આપ્યો હતો.
  • વર્ષ 1986માં તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, 1991માં પદ્મશ્રી પુરસ્કાર તેમજ વર્ષ 2001માં પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.
pandit shiv kumar sharma

Post a Comment

Previous Post Next Post