- તેઓનું પુરુ નામ ક્રિષ્નકુમાર કુન્નથ હતું જેઓ કોલકત્તા ખાતે નાઝરુલ મંચ પર પર્ફોરમન્સ આપી રહ્યા હતા અને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેકને લીધે તેઓનું અવસાન થયું હતું.
- તેઓએ હિંદી, તમિલ, તેલુગુ, કન્ન્ડ, મરાઠી, મલયાલમ, ઉડિયા, આસામી, બંગાળી અને ગુજરાતી સહિતની ભાષાઓમાં ગીતો ગાયા હતા.
- તેઓએ પોતાના કેરિયરની શરુઆત 1996માં એ. આર. રહેમાનનું સંગીત ધરાવતી ફિલ્મ દુનિયા દિલવાલો કી થી કરી હતી.
- 1999માં તેઓએ પોતાનો પ્રથમ આલ્બમ 'પલ' લોન્ચ કર્યો હતો જે ખુબજ પ્રસિદ્ધિ પામ્યો હતો.
- તેઓએ ગાયેલ પ્રસિદ્ધ ગીતોમાં તડપ તડપ કે ઇસ દિલ સે (હમ દિલ દે ચુકે સનમ), ડોલા રે ડોલા રે (દેવદાસ), ક્યા મુઝે પ્યાર હૈ (વૉ લમ્હે), બર્દાસ્ત નહી કર સકતા (હમરાઝ), દસ બહાને (દસ), ઝરા સા (જન્નત), સચ કહ રહા હૈ દિવાના દિલ (રહેના હૈ તેરે દિલ મે) સહિતના ગીતનો સમાવેશ થાય છે.
- તેઓએ ગુજરાતી ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર, આઉટ ઓ ઓર્ડર' માટે 'તારી મારી વાતો' ગીત ગાયું હતું.
- તેઓએ લગભગ 3500થી વધુ જિંગલમાં પોતાનો અવાજ આપ્યો હતો તેમજ વર્ષ 1996 થી 2022 સુધીમાં લગભગ 700થી વધુ ગીતો માટે પોતાનો અવાજ આપ્યો હતો.
- તેઓને ખુદા જાને (બચના એ હસીનો) માટે વર્ષ 2009નો સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો આ સિવાય તેઓના લગભગ 19 ગીતો માટે તેઓનું વિવિધ રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમિનેશન થયું હતું.
- તેઓના મૃત્યું બાદ પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા તેઓને બંદૂક દ્વારા સલામી આપવામાં આવી હતી તેમજ ડેક્કન હેરાલ્ડ નામના પ્રસિદ્ધ અખબાર દ્વારા તેઓને Voice of Love કહીને શ્રદ્ધાંજલી અપાઇ હતી.