- અત્યાર સુધી આ પ્રકારની સારવાર માત્ર દિલ્હી એઇમ્સ ખાતે જ થતી હતી જે હવેથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ થઇ શકશે.
- આ માટે સયાજી હોસ્પિટલને સ્ટેમ સેલ હાર્વેસ્ટિંગનું લાઇસન્સ મળી ચુક્યું છે જેનાથી કેન્સરના દર્દીઓને નવજીવન આપી શકાશે.
- જે દર્દીઓમાં કેમોથેરાપી નિષ્ફળ જાય તેવા દર્દીઓને સ્ટેમ સેલ દ્વારા રક્તના નવા સેલ સજીવ કરવામાં આવે છે જેના માટે ખાનગી હોસ્પિટલ્સમાં 7 લાખ રુપિયા જેવો ખર્ચ થતો હોય છે તેના બદલે આ હોસ્પિટલમાં માત્ર 25 હજાર રુપિયાના ખર્ચમાં તે સારવાર થઇ શકશે.
- આ સારવાર સૌપ્રથમ જૂનાગઢના યુવાન અને વડોદરાની એક વૃદ્ધ મહિલાને આપવામાં આવી છે.