- ઉત્તર પ્રદેશની પેપરલેસ વિધાનસભાનું ઉદ્ઘાટન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કર્યું છે જેમાં તમમ કામકાજને ડિજિટલી કરવામાં આવશે.
- આ માટે તમામ સદસ્યોની બેઠક પર ટેબલેટ મુકાયા છે જેના દ્વારા તેઓ સવાલ-જવાબ પણ કરી શકશે.
- સાથોસાથ વિધાનસભામાં એક નવી ગેલરીનું પણ ઉદ્ઘાટન કરાયું છે જેમાં સ્વતંત્રતા આંદોલનના નાયકોની તસવીરો લગાવાઇ છે.
- ઉત્તર પ્રદેશમાં હાલ 18મી વિધાનસભા ચાલી રહી છે જેમાં કુલ 403 સીટ આવેલ છે.
- છેલ્લે થયેલ ચુંટણીઓ મુજબ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 255 સીટ ભારતીય જનતા પાર્ટી તેમજ ત્યારબાદ 111 સીટ સમાજવાદી પાર્ટીએ જીતી છે.