BRICS સમિટ 23 જૂનથી ચીનની રાજધાની બેઇજિંગમાં યોજાશે.

  • ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આયોજિત આ 14મી કોન્ફરન્સનું આયોજન કરશે. 
  •  બ્રિક્સ દેશોનું નેતૃત્વ હાલમાં ચીન કરી રહ્યું છે. 
  • આ સમિટમાં બ્રિક્સ નેતાઓ અને બજારના હિતધારકો અને વિકાસશીલ દેશોના પ્રતિનિધિઓ સંવાદમાં ભાગ લેશે. 
  • BRICS એ પાંચ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું સમૂહ છે જેનો ઉદ્દેશ્ય 5 દેશોની અર્થવ્યવસ્થાને સાંકળીને પોતાના દેશોનો વિકાસ કરવાનો છે. 
  • તેની સ્થાપના 16 જૂન, 2009 માં કરવામાં આવી હતી. 
  • સ્થાપના સમયે તે ચાર દેશો દ્વારા બન્યુ હતુ ત્યારે તે 'BRIC' તરીકે ઓળખાતું હતું. 
  • 2010 માં દક્ષિણ આફ્રિકાના સમાવેશ થતા ‘BRICS’ બન્યું. 
  • ચાર BRIC રાષ્ટ્રો (બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન)ના વિદેશ પ્રધાનોએ સપ્ટેમ્બર 2006માં ન્યૂયોર્ક સિટીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોની શ્રેણી શરૂ કરી હતી. 
  • ત્યારબાદ 16 જૂન 2009ના રોજ રશિયાના યેકાટેરિનબર્ગમાં ‘BRIC’ની પ્રથમ બેઠક યોજાઇ. 
  • ચોથું અને છઠું ‘BRIC’ સંમેલન ભારતમાં યોજાયું હતું.
14th BRICS summit to be held on June 23 in Beijing China

Post a Comment

Previous Post Next Post