પ્રધાનમંત્રી દ્વારા બેંગ્લુરુમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ.

  • જેમાં પ્રધાનમંત્રી દ્વારા ભારતીય વિજ્ઞાન સંસ્થા ખાતે માનવીના મગજ સંશોધન કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું. 
  • તેઓ દ્વારા બેંગ્લુરુ ઉપનગર રેલવે યોજના તથા કર્ણાટકમાં છ માર્ગિંય રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટનું ભૂમિપૂજન તથા વૈદ્ય પાઠશાળા બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું. 
  • બેંગ્લુરુથી દેશના અને જાણીતા વૈજ્ઞાનિક એમ. વૈશ્વેશ્વરૈયા નામાભિધાન કરાયેલાં દેશના પહેલાં એસી રેલવે સ્ટેશન સહિત વિવિધ પ્રોજેક્ટોનું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદઘાટન કરવામાં આવ્યું. 
  • જેમાં બાગચી પાર્થસારથી હોસ્પિટલનો શિલાન્યાસ, બેંગ્લુરુ યુનિવર્સિટી સંકુલમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ અને ટેકનોલોજી કેન્દ્રમાં રૂપાંતરિત કરાયેલી 150 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના લોકાર્પણનો સમાવેશ થાય છે. 
  • તેઓ 21/6/2022ના રોજ મૈસુરુમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાના ઉજવણી સમારંભમાં ભાગ લેશે.
PM inaugurated various development works in Bengaluru.

Post a Comment

Previous Post Next Post