- આ શહેર ઇરાકના કુર્દિસ્તાનમાં દુષ્કાળના લીધે મોસુલ બંધનું પાણી ઓસરવાને લીધે હજારો વર્ષ જૂની ટિગ્રિસ નદી નીચેથી મળી આવ્યું છે.
- આ શહેર લગભગ 3400 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે જે મિત્તાની સામ્રાજ્ય દ્વારા ઇ.સ. પૂર્વે 1475 થી 1275 વચ્ચે વસાવાયું હશે.
- આ શહેરમાંથી માટી અને ઇંટની દિવાલો, ટાવર, મોટી ઇમારતો સહિતના અવશેષો મળી આવ્યા છે.
- આ સિવાય અહીથી માટીના દસ ક્યુનિફોર્મ ટેબ્લેટ પણ મળી આવ્યા છે જે લખવાની એક પ્રાચીન પદ્ધતિ છે.