- મનુષ્યો માટે કોરોના વાઇરસ જેટલા જ પશુઓ માટે ખતરનાક ગણાતા આ લમ્પી વાઇરસ Lumpy skin disease (LSD) ના સૌપ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યા હતા.
- કેરળ બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ગાય અને ભેંસ સહિતના પશુઓમાં આ વાઇરસ મળી આવ્યો છે.
- આ વાઇરસ રખડતા તેમજ પાળતુ પશુઓમાં થાય છે જેમાં તેને માથા, ડૉક, આંચળ સહિતના ભાગોમાં ગાંઠા બની જાય છે તેમજ આગળ જતા રસી તેમજ સડો થવાને કારણે પશુનું મૃત્યું પણ થઇ શકે છે.
- રાજ્ય સરકાર દ્વારા આ માટે રસીકરણ શરું કરવામાં આવ્યું છે.