- આ ગાઇડલાઇન મુજબ દેશમાં દરેક રાષ્ટ્રધ્વજ પોલિએસ્ટરનો જ હોવો જોઇશે તેમજ મશીન દ્વારા પણ તૈયાર કરી શકાશે.
- આ ગાઇડલાઇન ડિસેમ્બર, 2021માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેને હવે મંજૂરી અપાઇ છે.
- અત્યાર સુધી રાષ્ટ્રધ્વજ હાથવણાટ દ્વારા અને હાથશાળ દ્વારા બનાવવામાં આવતા જેના માટે કોટન, પોલિએસ્ટર, ઊન, ખાદી, સિલ્ક જેવા મટિરિયલનો ઉપયોગ થતો હતો.
- ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની, કોઇ સ્થળ પર લગાવવાની કે ડિસ્પ્લેમાં મુકવાની મંજૂરી અપાય છે.