- આ દિવસ દર વર્ષે 5મી જૂન ના રોજ મનાવાય છે જેની શરુઆત વર્ષ 1974થી કરવામાં આવી હતી.
- આ દિવસને Eco Day તરીકે પણ ઓળખવામાં આવે છે.
- આ દિવસ મનાવવાનો ઉદેશ્ય પર્યાવરણનું રક્ષણ કરવાનો છે જેમાં પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ, દરિયાઇ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ તેમજ સસ્ટૈનેબલ વપરાશ તેમજ વાઇલ્ડલાઇફ ક્રાઇમ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
- વર્ષ 2022ની આ દિવસની થીમ Only One Earth રાખવામાં આવી છે તેમજ આ દિવસની આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉજવણી સ્વીડન ખાતે કરવામાં આવશે.
- તાજેતરમાં જ પ્રસિદ્ધ પાંચમી વૃક્ષ ગણતરી મુજબ:
- ગુજરાત રાજ્યમાં 39.75 કરોડ વૃક્ષ છે જેમાં 20 વર્ષોમાં 14.65 કરોડ વૃક્ષ વધ્યા છે.
- સૌથી વધુ વૃક્ષોની ગીચતા ધરાવતા પ્રથમ પાંચ જિલ્લાઓમાં આણંદ, ગાંધીનગર, વલસાડ, મહેસાણા અને વડોદરાનો સમાવેશ થાય છે.
- સૌથી ઓછી વૃક્ષ ગીચતા ધરાવતા પાંચ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને અમદાવાદનો સમાવેશ થાય છે.