- ભારતની પેરાલિમ્પિક ચેમ્પિયન અવનિ લેખરાએ આ મેડલ 10 મીટર એર રાઇફલ સ્ટેંડિંગ SH1 સ્પર્ધામાં જીત્યો હતો જેમાં તેણીએ 250.6 સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
- આ રેકોર્ડ અગાઉ તેણીના નામ પર જ 249.6ના સ્કોર સાથે હતો જે ફ્રાન્સ ખાતે બનાવાયો હતો.
- આ મેડલ મેળવીને તેણીએ વર્ષ 2024ના પેરિસ પેરાલિમ્પિક રમતોત્સવ માટે પણ ક્વૉલિફાઇ કર્યું છે.
- આ સ્પર્ધાનો સિલ્વર મેડલ પોલેન્ડની એમીલિયા બાબસ્કાએ તેમજ બ્રોન્ઝ મેડલ સ્વીડનની અના નોર્મને જીત્યો હતો.