- આ મંજૂરી હેઠળ 692.74 વર્ગ કિ.મી. ક્ષેત્રમાં 12 નવા Conservation Reserve અને 298.61 વર્ગ કિ.મી. વિસ્તારમાં 3 અભ્યારણ્ય બનાવાશે.
- મહારાષ્ટ્ર રાજ્ય સરકારની 18મી રાજ્ય વન્યજીવ બોર્ડની બેઠકમાં 10 મહત્વપૂર્ણ વન્યજીવ આવાસ ક્ષેત્રો માટેનો આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
- ઉલ્લેખનીય છે કે માર્ચ, 2021માં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સહ્યાદ્રી પર્વત શ્રૃંખલાઓમાં વન્યજીવોની સુરક્ષિત અવરજવર નિશ્ચિત કરવા માટે પાંચ સંરક્ષણ રિઝર્વ ઘોષિત કરાયા હતા જેમાં કોલ્હાપુરમાં ત્રણ (વિશાલગઢ, પન્હાલગઢ અને ચાંદગઢ) તેમજ સાંગલીમાં જંબલી અને સિંધુદુર્ગમાં ડોડામર્ગ-અમ્બોલીનો સમાવેશ થાય છે.