- કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા આ માટે ડ્રગ્સ રુલ્સ, 1945માં ફેરફાર સૂચવ્યા છે જેથી રોજબરોજ વપરાતી 16 દવાઓને Over the counter (OTC) કેટેગરીમાં મુકી શકાય.
- આ કેટેગરીમાં મુક્યા બાદ આ પ્રકારની દવાઓ માતે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરુર પડશે નહી.
- આ દવાઓમાં એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ એજન્ટ પ્રોવિડોન આયોડિન સહિતની દવાઓ સામેલ છે.
- અન્ય દવાઓમાં પેઢાના સોજાની દવા, એન્ટીફંગલ ક્રીમ, કફ માટેની દવા, પેરાસિટામોલ, શરદી, દુખાવા તેમજ ચામડીના રોગ સહિતની દવાઓ સામેલ છે.