Environmental Performance Index 2022માં ડેન્માર્ક પ્રથમ સ્થાન પર.

  • આ સૂચકાંક Yale Center for Environment Law and Policy અને Columbia University ના Center for International Earth Science Information Network દ્વારા પ્રકાશિત કરાયો છે.
  • આ સૂચકાંકમાં 180 દેશોનો સમાવેશ કરાયો છે જેમાં 77.9 સ્કોર સાથે પ્રથમ સ્થાન પર ડેન્માર્ક, બીજા સ્થાન પર 77.7 સ્કોર સાથે બ્રિટન તેમજ ત્રીજા સ્થાન પર 76.5 સ્કોર સાથે ફિનલેન્ડનો સમાવેશ કરાયો છે.
  • આ યાદીમાં ભારત ફક્ત 18.9ના સ્કોર સાથે સાવ તળિયા પર છે જે મ્યાનમાર (19.4), વિયેતનામ (20.1), બાંગ્લાદેશ (23.1), પાકિસ્તન (24.6), નેપાળ (28.3) અને શ્રીલંકા (34.7) કરતા પણ નીચે છે.
  • આ યાદી બનાવવા માટે 11 કેટેગરીમાં કુલ 40 પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરાયો છે.
  • ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ Germanwatch અને CAN International દ્વારા પ્રસિદ્ધ Climate Change Performance Index (CCPI) માં ભારતને 10મું સ્થાન અપાયું હતું!!!
Environmental Performance Index 2022

Post a Comment

Previous Post Next Post