- National Medical Commission (NMC) દ્વારા આ નિર્ણય તાજેતરમાં જ હિપ્પોક્રેટિક શપથના સ્થાન પર ચરક શપથ ફરજિયાત કરાતા વિવાદ થયા બાદ લેવાયો છે.
- NMC દ્વારા તૈયાર કરાયેલ નવા ડ્રાફ્ટ રેગ્યુલેશનમાં કોઇ જગ્યાએ ચરક કે હિપ્પોક્રેટિક શબ્દનો ઉપયોગ કરાયો જ નથી.
- નવા ડ્રાફ્ટમાં ફિઝિશિયન પ્લેજનો સમાવેશ કરાયો છે જે World Medical Association દ્વારા વર્ષ 2017માં સુધારાયેલ જીનિવાની ઘોષણા છે.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ NMC દ્વારા તબીબી શિક્ષણ માર્ગદર્શિકામાં સંશોધિત 'મહર્ષિ ચરક શપથ' ની ભલામણ કરવમાં આવી હતી જેને પગલે વિવાદ સર્જાયો હતો.