- આ ટ્રેન 5 દિવસના પ્રવાસ ખેડશે જેમાં કોઈમ્બતુરથી શિરડી સુધીનો સંપૂર્ણ પ્રવાસ આવરી લેવામાં આવ્યો છે.
- આ ટ્રેનમાં કોઈપણ ઈમરજન્સી માટે ટ્રેનમાં ડૉક્ટર હશે.
- ટ્રેનને કોઈપણ નુકસાનથી બચાવવા માટે રેલવે પોલીસ ફોર્સ સાથે ખાનગી સિક્યોરિટીઝમાં ઈલેક્ટ્રીશિયન, એસી મિકેનિક, ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર હશે.
- આ કોચમાં ઉચ્ચ બાસ સાઉન્ડિંગ સ્પીકર અને ઓન-રેલ રેડિયો જોકી લગાવવામાં આવ્યા છે.
- પ્રવાસને આનંદમય રાખવા માટે ભક્તિ ગીતો, આધ્યાત્મિક વાર્તાઓ અને લાઈવ ઈન્ટરવ્યુ જેવી સુવિધાઓ છે.
- આ ટ્રેન સંપૂર્ણપણે ઝેરી અને ધુમાડા મુક્ત રહેશે.
- ભારતીય રેલવે દ્વારા નવેમ્બર 2021માં થીમ આધારિત ભારત ગૌરવ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યુ હતુ.
- આ થીમનો ઉદ્દેશ્ય ભારત ગૌરવ ટ્રેન દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને ભારત અને વિશ્વના લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે.