- જલ ભૂષણ ભવન 1885 થી મહારાષ્ટ્રના રાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન છે. જ્યારે તેનું આયુષ્ય પૂરું થયું ત્યારે તેને તોડીને તેની જગ્યાએ નવી ઇમારત મંજૂર કરવામાં આવી હતી.
- ઓગસ્ટ 2019 માં, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી ઇમારતનો શિલાન્યાસ કર્વામાં આવ્યો હતો.
- વર્ષ 2016 માં, મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવને રાજભવનમાં એક બંકર મળ્યું હતું.
- અંગ્રેજોએ તેનો ઉપયોગ હથિયારો અને દારૂગોળાના ગુપ્ત ભંડાર તરીકે કર્યો હતો.
- આ બંકરનું 2019માં રિનોવેશન કરવામાં આવ્યું હતુ જેને મહારાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના યોગદાનને યાદ કરવા માટે તેને એક પ્રકારનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.
- મહારાષ્ટ્રના સ્વતંત્રસેનાનીઓમાં વાસુદેવ બળવંત ફડકે, ચાપેકર ભાઈઓ, સાવરકર ભાઈઓ, મેડમ ભીકાજી કામા, વી બી ગોગેટ, નેવલ વિપ્લવ અને અન્યોનો સમાવેશ થાય છે.