કેન્દ્ર સરકાર દ્વારા CDS ના હોદ્દા પર નિમણૂંક માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા.

  • નવા નિયમ મુજબ હવેથી સેનાની ત્રણેય પાંખના કાર્યરત અથવા નિવૃત વડાઓ અથવા તેમની સમકક્ષ Chief of Defense Staff (CDS) બની શકશે.
  • આ નિયમ મુજબ સેનાની ત્રણેય પાંખના બીજા ક્રમના શ્રેષ્ઠ સક્રિય રેન્કના અધિકારીઓ માટે પોતાના સેના પ્રમુખ, વાયુસેના પ્રમુખ અને નૌસેના પ્રમુખ જેવા ઉચ્ચ અધિકારીઓને સુપરસીડ કરીને CDS બનાવી શકાશે.
  • વધુમાં આ નિયમ મુજબ રિટાયર્ડ સેના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ આ હોદ્દા માટે પાત્ર રહેશે.
  • આ માટેની વય મર્યાદા 62 વર્ષ નક્કી કરવામાંં આવી છે.
  • ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું તમિલનાડુ ખાતે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યું થયું હતું ત્યારબાદ આ પદ ખાલી છે. 
Govt. changes Service rules to make retired officers eligible for CDS post

Post a Comment

Previous Post Next Post