કેન્દ્ર સરકાર દ્વારા OBC, EBC અને વિચરતી વિમુક્ત જાતિ માટે PM યશસ્વી સ્કીમ લોન્ચ કરાઇ.

  • આ સ્કીમનું પુરુ નામ Young Achievers Scholarship Award Scheme for Vibrant India for OBC & Others (Yasasvi) છે જે આર્થિક રીતે પછાત, અન્ય પછાત વર્ગ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ માટે છે.
  • આ યોજના જૂની પાંચ યોજનાઓને થોડા ફેરફાર સાથે લોન્ચ કરવામાં આવી છે જેમાં પ્રી-મેટ્રિક સ્કોલરશિપ યોજના, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના, ટોપ ક્લાસ એજ્યુકેશન ફોર સ્કૂલ્સ, ટોપ ક્લાસ એજ્યુકેશન ફોર કોલેજીસ અને આ તમામ જાતિઓના સમાજના હોસ્ટેલના બાંધકામની યોજના વગેરેનો સમાવેશ થાય છે.
  • સરકારી આંકડા મુજબ આ તમામ યોજનાઓ શરુ થઇ ત્યારથી અત્યાર સુધીમાં રુ. 1,318 કરોડની સહાય અપાઇ ચુકી છે.
  • નવી લોન્ચ થયેલ યોજના હેઠળ આગામી સમયમાં આ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા કુલ રુ. 3,950 કરોડ ખર્ચ થનાર છે.
  • આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 60% તેમજ રાજ્ય સરકાર દ્વારા 40% રકમ ફાળવવામાં આવશે.
PM successfully launches PM scheme for OBC, EBC and nomadic free caste.

Post a Comment

Previous Post Next Post