- આ રિપોર્ટ કેન્દ્રના Centre for Science and Environment (CSE) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેમાં આહાર, ડાયટ અને રોગો વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
- આ રિપોર્ટ મુજબ:
- 71% લોકોને પૌષ્ટિક આહાર મળતો નથી જેને લીધે વાર્ષિક લગભગ 17 લાખ લોકો શ્વાસના રોગો, ડાયાબિટીસ, કેન્સર સહિતના રોગના શિકાર બનીને મૃત્યું પામે છે.
- આહારમાં ફળો, શાકભાજી અને અનાજની કમી તથા પ્રોસેસ્ડ મીટ ના વધુ પ્રમાણથી બીમારીઓ વધી રહી છે.
- 17 રાજ્યોમાં શહેરો કરતા આહારની બાબતમાં ગામડામાં વધુ મોંઘવારી છે જેમાં ગયા વર્ષે Consumer Food Price Index માં 327% ભાવ વધારો થયો.
- 20 વર્ષથી વધુ ઉંમરના ભારતીયોના ડાયટમાં આંતરરાષ્ટ્રીય પ્રમાણમાપ કરતા બહુ ઓછા પ્રમાણમાં ફળ, શાકભાજી, સૂકો મેવો, અનાજ અને માછલી જેવા આહાર લેવાય છે.