- ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ ઇજા ન થઇ હોય તેવા કિસ્સાઓમાં વાહન અને મોબાઇલ ચોરીની ઇ-ફરિયાદ કરી શકાશે.
- આવી ફરિયાદ પોર્ટલ અથવા મોબાઇલ એપ્લીકેશન પરથી કરી શકાશે.
- આવી ફરિયાદ મળ્યાના 48 કલાકમાં તપાસ અધિકારી વ્યક્તિનો સંપર્ક કરી વધુ તપાસ કરશે.
- આ માટે ગૃહ વિભાગે અધિકારીઓની જવાબદારી નક્કી કરી છે જેમાં ઇન્સ્પેક્ટરે 24 કલાકમાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે, એસીપી/ડીસીપી પોતાને લાગૂ પડતી ફરિયાદનો 30 દિવસમાં નિકાલ કરવાનો રહેશે.
- આ તમામ ફરિયાદના મોનિટરિંગની જવાબદારી કમિશનરને સોંપવામાં આવશે.