- આ ફિલ્મ સોલંકી રાજપૂત રાણી નાયિકા દેવી પરથી બની છે જેમણે 1178માં મોહમ્મદ ઘોરીને પરાજિત કર્યો હતો.
- મોહમ્મદ ઘોરીએ ગુજરાતની વિધવા રાણી નાયિકા દેવીના શાસન પર ચઢાઇ કરી હતી અને નાયિકા દેવીની સેનાએ તે સમયની ગુજરાતની રાજધાની પાટણથી દૂર આબુ પર્વતની તળેટીમાં ઘોરી સાથે યુદ્ધ કર્યું હતું જેમા ઘોરીનો પરાજય થયો હતો.
- આ ઘટના પરથી આ ફિલ્મ નીતિન ગાવડેએ બનાવી છે જેમાં નાયિકા દેવીનું પાત્ર ખુશી શાહે તેમજ મોહમ્મદ ઘોરીનું પાત્ર પ્રસિદ્ધ અભિનેતા ચંકી પાંડેએ ભજવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં જ ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ને ટેક્સ-ફ્રી ઘોષિત કરી છે.
- ભારતમાં 18 વર્ષમાં કુલ 47 ફિલ્મોને ટેક્સ-ફ્રી જાહેર કરવામાં આવી છે જેમાંથી 12 ફિલ્મનું કલેક્શન 200 કરોડથી પણ વધુ રહ્યું હતું!