- આ બેઠક 15 જૂન થી 17 જૂન, 2022 સુધી ત્રણ દિવસ માટે નવી દિલ્હીમાં યોજાઈ.
- SCO ના પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્ક (SCO-RATS) ના અધ્યક્ષ તરીકે ભારત આ બેઠકનું આયોજન કરી રહ્યું છે.
- ભારતે ગયા વર્ષે 28 ઓક્ટોબરે એક વર્ષના સમયગાળા માટે SCO-RATSનું પ્રમુખપદ સંભાળ્યું હતું.
- બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ સહિત પ્રાદેશિક સુરક્ષા પર ચર્ચાના મુદ્દાઓ રહ્યા.
- શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એક આંતરસરકારી સંસ્થા છે જેની સ્થાપના 15 જૂન 2001ના રોજ શાંઘાઈમાં થઈ હતી.
- SCO ના સભ્ય દેશો રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન છે. અફઘાનિસ્તાન SCOના નિરીક્ષક દેશોમાંનું એક છે.