- પાકિસ્તાનને FATF દ્વારા આતંકવાદનો ખાતમો કરવા માટે ટાસ્ક આપવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ પાકિસ્તાન દ્વારા સબમિટ કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- વર્ષ 2018થી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું હતું જેમાં તેને ઓકટોબર, 2019 સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેમાં કોઈ સુધારા ન હોવાથી 2022માં ફરી ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું.
- ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF), જે તેના ફ્રેંચ નામ, ગ્રૂપ ડી એક્શન ફાઇનાન્સિયર (GAFI) દ્વારા પણ ઓળખાય છે.
- તે એક આંતર-સરકારી સંસ્થા છે જેની સ્થાપના 1989માં G7 ની પહેલ પર કરવામાં આવી હતી.
- તેનું હેડકવાટર ફ્રાન્સના પેરિસમાં છે.
- 2000 થી, FATF દ્વારા બ્લેકલિસ્ટ "Call for action" અને FATF ગ્રેલિસ્ટ "Other monitored jurisdictions" તરીકે ઓળખાતા લિસ્ટ બહાર પાડવામાં આવે છે.