EIU દ્વારા વિશ્વમાં સૌથી રહેવા લાયક 100 શહેરની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • The Economist Intelligence Unit (EIU) વાર્ષિક વૈશ્વિક જીવંતતા સૂચકાંક બહાર પાડે છે, જેમાં રહેવા માટે શ્રેષ્ઠ શહેરોની યાદી પ્રકાશિત કરવામાં આવે છે. 
  • EIU દ્વારા રાજકીય સ્થિરતા, સંસ્કૃતિ અને પર્યાવરણ, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક પરિબળોનો ઉપયોગ કરીને જીવંતતાને માપવામાં આવે છે. 
  • દરેક શહેર માટે 1 અને 100 વચ્ચેનો સ્કોર નક્કી કરવામાં આવે છે. 
  • EIU અનુસાર 1 નો સ્કોર ‘અસહનીય (Intolerable)’ અને 100 ‘આદર્શ (Ideal)’ છે. 
  • વિશ્વના 173 શહેરોને ક્રમાંકિત કરવામાં આવે છે. 
  • રહેવા લાયક ટોપ 10 શહેરોમાં વિયેના(ઑસ્ટ્રિયા) પ્રથમ સ્થાને છે અને અન્યમાં કોપનહેગન (ડેન્માર્ક), જ્યુરિક (સ્વિત્ઝરલેન્ડ), કેલગરી (કેનેડા), વાનકુવર (કેનેડા), ફ્રેન્કફર્ટ (જર્મની), જીનીવા (સ્વિત્ઝરલેન્ડ), ટોરોન્ટો (કેનેડા), એમ્સ્ટરડેમ (નેધરલેન્ડ), ઓસાકા (જાપાન), મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) નો સમાવેશ થાય છે. 
  • ના રહેવા લાયક શહેરમાં સૌથી નીચે 172માં ક્રમે દમાસ્કસ (સીરિયા) છે અને અન્યમાં લાગોસ (નાઇજીરીયા), ત્રિપોલી (લિબિયા), કરાચી (પાકિસ્તાન), ઢાકા (બાંગ્લાદેશ), હરારે (ઝિમ્બાબ્વે), દુઆલા (કેમરૂન)નો સમાવેશ થાય છે. 
  • ભારતમાંથી 112માં ક્રમે દિલ્હી અને 117માં ક્રમે મુંબઈ રહ્યું. 
  • અમેરિકાનું ન્યુયોર્ક 51માં ક્રમે છે. 
  • કેનેડા એક માત્ર દેશ છે જેમાં 3 શહેરો ટોપ 10માં છે. 
  • MSME મંત્રાલય દ્વારા ઓડિશાના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ સ્થાન ઓડિશાને MSME ક્ષેત્રના પ્રમોશન અને વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવ્યું.
EIU's Global Liveability Index 2022

Post a Comment

Previous Post Next Post