- આ ગ્રુપની રચનાનો ઉદ્દેશ્ય મધ્ય પૂર્વ અને એશિયામાં આર્થિક અને રાજકીય સહયોગને વિસ્તૃત કરવો, વેપાર, આબોહવા પરિવર્તનનો સામનો કરવા, ઉર્જા સહયોગ અને અન્ય મહત્વપૂર્ણ હિતો તથા વૈશ્વિક સ્તરે અમેરિકન જોડાણોને પુનઃઉત્સાહિત કરવા અને પુનઃજીવિત કરવાનો સમાવેશ થાય છે.
- ચાર દેશો ખાદ્ય સુરક્ષા કટોકટી અને સહકારના અન્ય ક્ષેત્રો પર ચર્ચા કરવા માટે આવતા મહિને તેમની પ્રથમ વર્ચ્યુઅલ સમિટ યોજશે.
- આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બિડેન, ઈઝરાયેલના પીએમ નેફતલી બેનેટ અને યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન હાજરી આપશે.