ગુજરાતના રૈયાલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ - 2ની શરૂઆત.

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું  લોકાર્પણ કરવામાં આવ્યું. 
  • આ મ્યુઝિયમ મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતે તૈયાર થયેલ છે. 
  • 16 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રમાં અદ્યતન ટેકનોલોજીના આધારે ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહેશે. 
  • ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી-બાલાસિનોર ખાતે ભારત સરકારના પ્રવાસન વિભાગની 3 કરોડ 45 લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ પાંચ કરોડ 71 લાખના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર બનાવવામાં આવ્યું છે. 
  • જ્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રીટેશન સેન્ટરની અંદર ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-૧ રાજય સરકારની સાત કરોડની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું.
Inauguration of Raiyoli Dinosaur Park Museum Phase-2

Post a Comment

Previous Post Next Post