કેબિનેટ દ્વારા પરમેશ્વરન ઐયરની નીતિ આયોગના CEO તરીકે નિયુક્ત કર્યા.

  • તેઓ અમિતાભ કાંતનું પદ સંભળાશે જેઓનો આગામી 30 જૂનના રોજ 6 વર્ષનો કાર્યકાળ પૂરો થાય છે.
  • તેઓ 1981 ઉત્તરપ્રદેશ બેચના નિવૃત્ત વહીવટી અધિકારી છે. 
  • તેઓ 2016 થી 2020 સુધી પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારબાદ 2020માં તેઓએ રાજીનામું આપ્યું હતું. 
  • નીતિ આયોગ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા) એ ભારત સરકાર દ્વારા આયોજન પંચના બદલે સ્થાપવામાં આવેલી સંસ્થા છે. 
  • તેની સ્થાપના 1 જાન્યુઆરી, 2015મ થઈ હતી. 
  • તેનું હેડકવાટર રાજધાની દિલ્હીમાં છે. 
  • નીતિ આયોગ ભારત સરકારની સર્વોચ્ચ જાહેરની નીતિ 'થિંક ટેન્ક' તરીકે કામ કરે છે. 
  • આર્થિક વિકાસને ઉત્પ્રેરિત કરવા અને આર્થિક નીતિ-નિર્માણ પ્રક્રિયામાં ભારતની રાજ્ય સરકારોની સાથે કામ કરીને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરતી નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.
Parameswaran Iyer to take over as Niti Aayog CEO

Post a Comment

Previous Post Next Post