- ત્રીજા સ્થાન માટેની આ મેચમાં ભારતે જાપાનને 1-0થી પરાજય આપ્યો હતો.
- ભારતીય ટીમનો આ ટૂર્નામેન્ટમાં બીજો બ્રોન્ઝ છે તેમજ 40 વર્ષના ઇતિહાસમાં 11મી વાર રમી રહી છે અને 10મી વખત મેડલ જીત્યો છે.
- આ પ્રકારની સિદ્ધિ મેળવનાર ભારત એકમાત્ર ટીમ છે.
- ભારત માત્ર વર્ષ 2009માં જ ટૂર્નામેન્ટમાં મેડલ ચુક્યું હતું તેના સિવાય ભારતે 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 10 મેડલ જીત્યા છે અને લીગની સૌથી સફળ ટીમની યાદીમાં દક્ષિણ કોરિયા (4 ગોલ્ડ સહિત 9 મેડલ) બાદ પાકિસ્તાન સાથે સંયુક્ત રીતે બીજા ક્રમ પર છે.