ગોવામાં દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય લૉ યુનિવર્સિટી બનાવવામાં આવશે.

  • આ યુનિવર્સિટી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવશે જેના માટે ગોવા સરકાર દ્વારા Bar Council of India (BCI) ને 50 એકર જમીન પણ ફાળવવામાં આવી છે.
  • આ યુનિવર્સિટી લગભગ રુ. 100 કરોડના ખર્ચે તૈયાર થશે જેમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું બિલ્ડિંગ રહેશે.
  • આ ઇન્ટરનેશનલ લૉ કોલેજમાં 5 વર્ષનો કોર્સ રહેશે જેમાં શરુઆતના ધોરણે 120 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
  • આ યુનિવર્સિટીમાં વિદેશના વિદ્યાર્થીઓ માટે 20% સીટ અનામત રખાશે.
  • આ યુનિવર્સિટીમાં મોક કોર્ટ પણ તૈયાર કરાશે તેમજ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટના નિષ્ણાંતો તેમજ નિવૃત જજ આવશે.
1st Law International University in GOA

Post a Comment

Previous Post Next Post