- નવી દિલ્હીમાં આયોજિત આ પ્રથમ બેઠક આવતીકાલથી શરૂ થશે.
- તેની સાથે દિલ્હી ડાયલોગની 12મી આવૃત્તિની બેઠક પણ યોજવામાં આવશે. દિલ્હી ડાયલોગનો આ વખતનો વિષય છે: હિન્દ-પ્રશાંત વિસ્તારના દેશો વચ્ચે સંકલન રાખવામાં આવ્યો છે.
- આસિયાન-ભારત વિદેશ મંત્રીઓની બેઠક સંબંધોની 30મી વર્ષગાંઠ અને આસિયાન સાથે વ્યૂહાત્મક ભાગીદારીની 10મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે મળી રહી છે.
- 2022ને આસિયાન-ભારત "મિત્રતા વર્ષ" તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યું છે.