- બન્ને હાઇસ્પીડ મિસાઇલ વહાણ INS નિશાંક અને INS અક્ષયને 32 વર્ષની સેવા બાદ મુંબઇ બંદર ખાતે નિવૃત કરાયા છે.
- આ નિવૃતિ પ્રક્રિયામાં બન્ને જહાજોએ દૈનિક નિયમ મુજબ સૂર્યાસ્ત વખતે છેલ્લી વાર પોતાના રાષ્ટ્રધવજ અને નૌકાદળના ધ્વજને નીચે ઉતાર્યા હતા.
- આ નિવૃતિ બાદ ભારતીય નૌસેનાની પરંપરા મુજબ આ જ નામના નવા વહાણો નૌસેનામાં લાવવામાં આવશે.
- INS નિશાંકને 12 સપ્ટેમ્બર, 1989ના રોજ તેમજ INS અક્ષયને 10 ડિસેમ્બર, 1990ના રોજ નૌકાદળમાં સામેલ કરાયા હતા.
- બન્ને 22 મિસાઇલ વેસલ સ્ક્વૉડ્રનના અને ત્યારબાદ 23 પેટ્રોલ વેસેલ સ્ક્વૉડ્રનના ભાગ રહ્યા હતા.