29 જૂન: National Statistics Day

  • પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની જન્મજયંતિને આંકડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 
  • આ દિવસ સામાજિક-આર્થિક માળખાના આયોજન અને નવી નીતિઓ ઘડવામાં આંકડાશાસ્ત્રના મહત્વ વિશે આજના યુવાનોમાં જાગૃતિ વિકસાવવા અને ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. 
  • આ દિવસનું આયોજન આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) દ્વારા કરવામાં આવે છે. 
  • સરકાર દ્વારા આ દિવસની ઉજવણીની સૂચના 05 જૂન, 2007 ના રોજ ભારતના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવી હતી. 
  • પ્રથમવાર 29 જૂન, 2007ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
National Statistics Day



Post a Comment

Previous Post Next Post