- પોલેન્ડ સરકાર દ્વારા ત્યાની સ્થાનિક ટ્રામ ટ્રેનને 'ડોબ્રી મહારાજા' નામ અપાયું છે જે જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજા અને કોલ્હાપુરના મહારાજાના સમ્માનમાં રખાયું છે.
- આ ટ્રામ ટ્રેનનું ઉદ્ઘાટન ભારતના 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ હેઠળ કરાયું છે.
- પોલેન્ડની ભાષામાં ડોબરીનો અર્થ 'સારુ' થાય છે જેને અનુસંધાને આ નામ અપાયું છે.
- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓના ત્રાસથી દેશ મુકેલા 6,000થી વધુ પોલેન્ડવાસીઓને જામનગરના મહારાજા દ્વારા આશ્રય અપાયો હતો જેમાં 1000 અનાથ બાળકો અને મહિલાઓ પણ હતા.
- જામ સાહેબે આ તમામ બાળકોને ફક્ત આશરો જ આપવાને બદલે તમામ લોકોને રહેવા માટે પાક્કુ બાંધકામ કરાવી આપ્યું હતું તેમજ દરેક બાળકોની પોતે વ્યક્તિગત સારસંભાળ રાખી હતી.
- આ દરમિયાન બાળકો પોતાના તહેવારો ઉજવી શકે તેવી કાળજી પણ મહારાજા દ્વારા લેવામાં આવી હતી.
- આ તમામ લોકોને જામ સાહેબે જામનગર નજીક આવેલ બાલાચડી પેલેસ ખાતે આશરો આપ્યો હતો જે જગ્યાએ હાલ બાલાચડી સૈનિક સ્કૂલ છે.
- પોલેન્ડની રાજધાની વૉરસોમાં પણ જામ સાહેબના નામથી શાળા તેમજ એક મોટા ચોકનું નામ પણ મહારાજાના નામ પરથી રખાયું છે.
- હાલ પણ પોલેન્ડ સંસદમાં જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીના નામ સાથે જ સાંસદો શપથ ગ્રહણ કરે છે તેમજ દર વર્ષે પોલેન્ડથી હજારો લોકો બાલાચડીની મુલાકાતે આવી ત્યાની ધરતીને નમન કરે છે.