- કોઇપણ રાજ્ય કે દેશ દ્વારા આરોગ્યની જાળવણી માટે Infant Mortality Rate - IMR ને એક મહત્વના માપદંડ તરીકે સ્વીકારવામાં આવ્યો છે જેમાં એક નિશ્ચિત સમયગાળા માટે કોઇપણ રાજ્યમાં દર 1000 જીવિત નવજાત શિશુદીઠ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકનાંં મૃત્યુને માપદંડ તરીકે ગણવા માટે પરિભાષિત કરવામાં આવેલ છે.
- આ રિપોર્ટ મુજબ:
- દેશમાં દર 36 પૈકી એક નવજાત શિશુ પોતાના પ્રથમ જન્મ દિવસ અગાઉ જ મૃત્યું પામે છે!
- રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ મુજબ વર્ષ 2020માં દર 1000 નવજાત શિશુદીઠ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુંનું પ્રમાણ 28 છે.
- અગાઉ 1971માં દર 1000 નવજાત શિશુદીઠ બાળકના મૃત્યુંંનો દર 129 હતો!
- છેલ્લા 10 વર્ષમાં ભારતમાં IMR માં 36%નો ઘટાડો થયો છે.
- ગ્રામીણ વિસ્તારમાં IMR નું પ્રમાણ 48 થી ઘટીને 31 થયું છે.