- તેઓનું પુરુ નામ ભજનલાલ સોપોરી હતું જેઓ સંતૂર વાદક પંડિત એસ. એન. સોપોરીના પુત્ર હતા તેમજ ભારતીય સંગીતના સુફિયાના ઘરાનાથી સંબંધિત હતા.
- શાસ્ત્રીય સંગીતમાં તેઓના યોગદાનને ધ્યાને લઇ વર્ષ 1992માં તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત કરાયો હતો તેમજ વર્ષ 2004માં પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા.
- તેઓ Sopori Academy of Music and Performing Arts (SAMAPA) નામથી સંગીત એકેડમી પણ સંચાલિત કરતા હતા જેને વર્ષ 2011માં 'જમ્મુ અને કાશ્મીર ડોગરી એવોર્ડ' અપાયો હતો.