- એક સુપરમૂન ત્યારે બને છે જ્યારે ચંદ્રની લંબગોળ ભ્રમણકક્ષા પૂર્ણ ચંદ્રના દિવસે પૃથ્વીની તેની નજીકના અભિગમ સાથે એકરુપ થાય છે. તે જ સમયે તે પેરીજી તરીકે ઓળખાય છે.
- આ સમય દરમિયાન ચંદ્ર પૃથ્વીથી લગભગ 2,26,000 માઈલના અંતરે છે.
- આ સમય દરમિયાન ચંદ્ર તેના સામાન્ય કદ કરતા મોટો દેખાય છે.
- આ સાથે જ આ સમય દરમિયાન ચંદ્ર પણ ખૂબ જ તેજસ્વી દેખાય છે.
- સુપરમૂન વર્ષમાં ત્રણથી ચાર વખત દેખાય છે.
- સુપરમૂન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1979માં જ્યોતિષી રિચાર્ડ નોલે દ્વારા કર્વામાં આવ્યો હતો.
- કેટલાક મૂળ અમેરિકન આદિવાસીઓ આ પૂર્ણિમાને "સ્ટ્રોબેરી મૂન" કહે છે. તેમના મતે, સ્ટ્રોબેરી સુપરમૂન દેખાવાનો અર્થ એ છે કે તે પાકેલા સ્ટ્રોબેરી અને અન્ય ફળો એકત્રિત કરવાનો સમય દર્શાવે છે.
- તે જ સમયે, સ્ટ્રોબેરી સુપરમૂન અમેરિકનો માટે વસંતનો છેલ્લો પૂર્ણ ચંદ્ર અથવા ઉનાળાનો પ્રથમ પૂર્ણ ચંદ્ર દર્શાવે છે.
- ભારતમાં આ દિવસે વટ પૂર્ણિમા ઉજવવામાં આવે છે.
- આ દિવસે પરિણીત મહિલાઓ વડના ઝાડની આસપાસ ઔપચારિક દોરો બાંધીને તેમના પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.
- આ સાથે તે પોતાના પતિના લાંબા આયુષ્યની પણ કામના કરે છે.
- આ ઉપવાસ સાવિત્રી અને સત્યવાનની વાર્તા પર આધારિત છે.
