વડાપ્રધાને વારાણસીમાં ‘અખિલ ભારતીય શિક્ષા સમાગમ’ નું ઉદ્ઘાટન કર્યું.

  • આ સમાગમનું આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવ્યું છે. 
  • ત્રણ દિવસના આ કાર્યક્રમમાં જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓના 300 થી વધુ કુલપતિઓ અને ડિરેક્ટરો, શિક્ષણવિદો, નીતિ ઘડવૈયાઓ તેમજ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે મળીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણને દેશભરમાં લાગુ કરવા અંગે વિચાર-વિમર્શ કરશે. 
  • ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા તેમાં હાજર આપવામાં આવી. 
  • આ પરિષદ અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં વ્યૂહરચના, સફળતા, અને શ્રેષ્ઠ પ્રયાસો પર વિચાર-વિમર્શ કરવા અને અનુભવો રજુ કરવા અંગે એક મંચ પ્રદાન કરશે. 
  • અખિલ ભારતીય શિક્ષા સમાગમની મુખ્ય વિશેષતામાં ઉચ્ચ શિક્ષણ અંગે વારાણસી ઘોષણાપત્ર જાહેર કરાશે અને ઉચ્ચ શિક્ષણની પ્રણાલીના લક્ષ્યને હાંસલ કરવા માટે દ્રષ્ટિકોણ અને પ્રતિબદ્ધતા દર્શાવશે.
PM Modi inaugurates Akhil Bharatiya Shiksha Samagam in Varanasi

Post a Comment

Previous Post Next Post